અક્ષયકુમારની રામસેતુમાં જેકલિન ફર્નાન્ડિઝ

અક્ષયકુમારની રામસેતુમાં જેકલિન ફર્નાન્ડિઝ
અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝે અક્ષયકુમારની સાથે ફિલ્મ બચ્ચન પાંડેનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય અને જેકલિન ઉપરાંત ક્રીતિ સેનન પણ છે જેનું શૂટિંગ શિડયુલ હાલમાં જ પૂરું થયું છે. ત્યાર બાદ જેકલિન બીજી એક ફિલ્મ રામસેતુમાં પણ અક્ષય સાથે જોવા મળશે. આ બિગ બજેટ ફિલ્મ ભારત અને શ્રીલંકા વચ્ચે ભગવાન રામના સૈન્યે બાંધેલા સેતુ વિશે છે. ફિલ્મ તેરે બિન લાદેનના દિગ્દર્શક અભિષેક શર્મા દિગ્દર્શિત આ ફિલ્મમાં શ્રીલંકન સુંદરી જેકલિન હોય એવી ઈચ્છા અક્ષયની હતી. વાસ્તવમાં આ ફિલ્મની સંકલ્પના ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની છે જે અક્ષયને ફિલ્મ પૃથ્વીરાજમાં દિગ્દર્શિત કરે છે.   જેકલિન મૂળ શ્રીલંકાની છે અને રામસેતુમાં ભારત તથા શ્રીલંકા બંને દેશની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે એટલે તે આ ફિલ્મમાં હોવી જોઈએ એવો વિચાર અક્ષયે વ્યક્ત કર્યો હતો. આથી તેના માટે ફિલ્મમાં નાનકડી રસપ્રદ ભૂમિકા ઘડી કાઢવામાં આવી છે.  અક્ષયે કહ્યું હતું કે, ભાવિ પેઢીને જોડનારો બ્રિજ બનાવીને દરેક ભારતીયના હૃદયમાં રામના આદર્શોને સ્થાપિત કરવાના પ્રયાસ એટલે ફિલ્મ રામસેતુ છે. આશા છે કે દરેકને આ ફિલ્મની સંકલ્પના ગમશે.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer