સંગીતનો અનોખો રિયાલિટી શો ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ

સંગીતનો અનોખો રિયાલિટી શો ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ
સંગીતનો અનોખ રિયાલિટી શો ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ ઝી ટીવી પર 26 ફેબ્રુઆરીથી શરૂ થશે. હાલમાં જ આ શોનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ફોર્મેટ આઈપીએલ ક્રિકેટ જેવું છે. આમાં વિવિધ ક્ષેત્રની છ ટીમ વચ્ચે સ્પર્ધા થશે. આ દરેક ટીમને બૉલીવૂડની સોલિબ્રિટી બોબી દેઓલ, રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર-સિદ્ધાંત કપૂર, રિતેશ-જેનેલિયા દેશમુખ, ગોવિંદા-સુનીતા, ટીનુ આહુજા અને સુરેશ રૈના હશે. દરેક ટીમમાં બે પ્લેબેક ગાયકો કૅપ્ટન તરીકે હશે. આ ઉપરાંત એક રિયાલિટી સ્ટાર અને નવો અવાજ હશે. મિકા સિંહ, કૈલાસ ખૈર, સાજિદ ખાન, શાન, અંકિત તિવારી, જાવેદ અલી, અસીસ કૌર, ભૂમિ ત્રિવેદી, આકૃતિ કક્કડ, પાયલ દેવ, નેહા ભસીન અને શિલ્પા રાવ છ ઝોનલ ટીમના કૅપ્ટન હશે. આ શોનો મંત્ર મ્યુઝિક ઊંચા રહે હમારા છે. તેના લોન્ચિંગમાં દરેક સેલિબ્રિટી સાથે અભિનેતા સલમાન ખાને પણ પરફોર્મ કર્યું હતું.       Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer