હીરાભાઈ વિઠલાણીનું રાષ્ટ્રીય ઉદ્યોગરત્ન અને જલ્પા વિઠલાણીનું જન સેવા પુરસ્કારથી સમ્માન

ઉડ્ડયન ક્ષેત્રમાં અનન્ય પ્રદાન બદ્લ ગ્લોબ્લ ગ્રુપના ચૅરમૅન હીરાભાઈ વિઠલાણીનું દિલ્હી વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલના હસ્તે રાષ્ટ્રીય ઉદ્યોગ રત્ન પુરસ્કાર એનાયત કરી સમ્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઍરલાઈન રિપ્રેઝન્ટેશન, ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલ્સ અને લોજિસ્ટિક સર્વિસીસમાં ગ્લોબ્લ ગ્રુપ અગ્રણી છે. નેશનલ અચિવર્સ રેકગ્નિશન ફોરમે આ પ્રસંગે સ્વાસ્થ્ય, મેડિકલ સાયન્સ, શિક્ષણ, સમાજસેવા, બિઝનેસ ડેવલપમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રમાંની ત્રીસ વ્યક્તિઓનું સમ્માન કરાયું હતું. હીરાભાઈએ ઉડ્ડયન ક્ષેત્રના ચહેરાને બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને માત્ર પોતાની કંપની માટે જ નહીં પરંતુ આ ક્ષેત્ર માટે ઘણી પાયારૂપ કામગીરી કરી છે. બિનસરકારી સંસ્થા હ્યુમન્સ ફોર હ્યુમાનિટીના સ્ટેટ ડિરેકટર અને મહિલા તથા બાળ કલ્યાણના અનેક પ્રકલ્પ સાથે સંકળાયેલાં જલ્પા વિઠલાણીનું સમાજસેવા ક્ષેત્રે અનન્ય પ્રદાન બદ્લ જન સેવા પુરસ્કાર આપીને સમ્માન કરવામાં આવ્યું હતું. તિબેટિયન ઔષધિ વિશે દેશભરમાં જાગૃતિ લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર જલ્પા દલાઈ લામા સ્થાપિત તબીબી સંસ્થા મેન ત્સી ખાંગ માટે મેડિકલ કૅમ્પનું આયોજન પણ કરે છે. તેઓ કૉસ્મિક હાર્ટ ગેલેરીનાં સ્થાપક અને ક્રિયેટિવ ડિરેકટર પણ છે. તેઓ કૉસ્મિક હાર્ટ ગેલેરીના ક્રિયેટિવ ડિરેક્ટર પણ છે. Published on: Fri, 26 Feb 2021