બાળ ઠાકરે પછી નવાઝુદ્દીનને નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવવી છે

બાળ ઠાકરે પછી નવાઝુદ્દીનને નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવવી છે
આજકાલ બૉલીવૂડમાં જીવનચરિત્ર પરની ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ છે. આમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરની ફિલ્મોની જાહેરાત અવારનવાર થતી હોય છે અને જાતજાતના કલાકારોનાં નામ તેમનું પાત્ર ભજવવા માટે ચર્ચાતા હોય છે. હિન્દી ફિલ્મોદ્યોગમાં વિવિધ બાયોપિકમાં ભાગ લેનારા કલાકાર તરીકે નવાઝુદ્દીન સિદ્દિકી જાણીતો છે. તેણે ફિલ્મ માઉન્ટનમૅનમાં દશરથ માંઝીથી લઈને રામન રાઘવન અને બાળાસાહેબ ઠાકરેના પાત્રો ભજવ્યા છે. હવે આ અભિનેતા વડા પ્રધાન મોદીનું પાત્ર ભજવવાની આશા રાખે છે. તેણે જણાવ્યું હતું કે, મને બાળાસાહેબ ઠાકરેનું પાત્ર ભજવવું ગમ્યું હતું અને મોદીજીનો સવાલ છે તો તેમનું વ્યક્તિત્વ એકદમ અનોખું છે અને તેમની ભાવભંગિમા તથા સ્ટાઈલનો અભ્યાસ કરવા માટે મારે તેમની સાથે રહેવું પડે.   ઠાકરેના નિર્માતા સંજય રાઉતની આગામી ફિલ્મમાં નવાઝુદ્દીન રાજકારણી જ્યોર્જ ફર્નાન્ડિઝનું પાત્ર ભજવે એવી શકયતા છે. હાલમાં તેણે યુકેમાં ફિલ્મ સંગીનું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તે રૉમાન્ટિક ફિલ્મ જોગીરા સારા રારાનું શૂટિંગ શરૂ કરશે જેમાં તેની સાથે નેહા શર્મા છે. ફિલ્મમાં નવાઝ જોગીની ભૂમિકા ભજવે છે જે જન્મથી મૃત્યુ સુધીના દરેક કાર્યક્રમનું આયોજન કરનાર આયોજનકાર છે. જ્યારે ફિલ્મના દિગ્દર્શક કુશન નંદી છે.    Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer