ઇંગ્લૅન્ડની ટીમ અમ્પાયરના કેટલાક નિર્ણયથી નારાજ

અમદાવાદ, તા.25: ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ અને કોચ ક્રિસ સિલ્વરવૂડ ત્રીજા ટેસ્ટમાં અમ્પાયરના કેટલાક નિર્ણયોથી નારાજ છે.   આ મામલે તેમને મેચ રેફરી જગવલ શ્રીનાથ સાથે ચર્ચા કરી હતી. જો કે કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી. રૂટ અને સિલ્વરવૂડ પહેલા દિવસની રમત બાદ રેફરી શ્રીનાથને મળ્યા હતા.   તેમનું માનવું છે કે બન્ને ભારતીય અમ્પારયના નિર્ણયમાં નિરંતરતા નથી. ખાસ કરીએ શુભમન ગિલને સ્લીપમાં કેચ આઉટ નહીં આપવાના ત્રીજા અમ્પાયરના ફેંસલા પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા. ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીએ કહ્યંુ કે કેટલાક ફેંસલા તેમના પક્ષમાં  રહ્યા નહીં.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer