વિજય હઝારે ટ્રૉફીમાં પૃથ્વીનો રેકોર્ડ : બેવડી સદી ફટકારી

વિજય હઝારે ટ્રૉફીમાં પૃથ્વીનો રેકોર્ડ : બેવડી સદી ફટકારી
પુડુચેરી સામે મુંબઈનો 233 રને વિક્રમી વિજય જયપુર, તા.25: ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલા યુવા બેટસમેન પૃથ્વી શોએ આજે વિજય હઝારે ટ્રોફીમાં આતશી બેવડી સદી (227) ફટકારી હતી. આથી મુંબઇની ટીમનો પોંડૂચેરી સામે 233 રને વિક્રમી વિજય થયો હતો. જયપુરના સવાઇ માનસિંઘ સ્ટેડિયમ પર પૃથ્વી શોએ વિજય હઝારે ટ્રોફીનો સૌથી મોટો અંગત સ્કોર બનાવ્યો હતો. તે 152 દડામાં 31 ચોક્કા અને પ છક્કાથી 227 રને નોટઆઉટ રહ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ કેરળના સંજૂ સેમસનના નામે હતો. તેણે ગોવા વિરૂધ્ધ 2019માં 212 રન કર્યાં હતા. પૃથ્વી શો વિજય હઝારે ટ્રોફીમાં બેવડી સદી કરનારો ચોથો ડોમેસ્ટીક ક્રિકેટર છે. લીસ્ટ એ ક્રિકેટમાં બેવડી સદી કરનારો તે આઠમો ભારતીય ક્રિકેટર છે.  આ મેચમાં મુંબઇ તરફથી સૂર્યકુમાર યાદવે પણ આતશી બેટિંગ કરીને 58 દડામાં 22 ચોક્કા અને 4 છક્કાથી 133 રન કર્યાં હતા. આથી મુંબઇની ટીમે પોંડૂચેરીના બોલરોની ધોલાઇ કરીને 50 ઓવરમાં 4 વિકેટે 457 રન ખડકયાં હતા. જવાબમાં પોંડૂચેરીની ટીમ 38.1 ઓવરમાં 224 રનમાં ઓલઆઉટ થઇ હતી. આથી મુંબઇનો 232 રને વિક્રમી વિજય થયો હતો.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer