ધોળેદહાડે મારપીટ અને લૂંટ કરનારા બેની ધરપકડ

મુંબઈ, તા.25 : સમતા નગર પોલીસ સ્ટેશને બે લૂંટેરાઓની ધરપકડ કરી છે જે ધોળેદહાડે મહિલાઓ સાથે મારપીટ કરી તેમની લૂંટ કરી ફરાર થતા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને તાબામાં લઇ તેમની સામે આઇપીસીની કલમ 394 અને 34 હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં સમતા નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પીઆઇ આનંદ રાવ હોકેએ જણાવ્યું હતું કે 19 ફેબ્રુઆરીએ બપોરે સાડા ત્રણ વાગ્યે કાંદિવલી પૂર્વમાં રૂપાલી ફણસે (35) ચાલતી જઇ રહી હતી એવામાં સ્કુટી પર સવાર બે યુવાનોએ રૂપાલીના હાથમાંનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. જ્યારે મહિલાએ વિરોધ દર્શાવ્યો ત્યારે યુવકોએ તેની મારપીટ કરી ત્યાંથી ફરાર થયા હતા. પોલીસે મહિલાની ફરિયાદ બાદ સીસીટીવી ફૂટેજની મદદથી સ્કુટીનો નંબર અને બંને આરોપીઓની તસવીરો અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ આપી હતી. પોલીસે આ કેસમાં 21 ફેબ્રુઆરીએ સોનુ અરવિંદ કુમાર વર્મા (19) અને તેના સગીર સાથીદારની ધરપકડ કરી હતી. સોનુ સામે કસ્તુરબા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયેલા છે. સગીર સાથીદારને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયો હત  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer