મુંબઈમાં 1145 સહિત રાજ્યમાં 8702 નવા કેસ મળ્યા

કોરોનાનો પ્રકોપ યથાવત્  અમારા પ્રતિનિધિ તરફથી   મુંબઈ, તા. 25 : ગુરુવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 8702 નવા કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 21,29,821ની થઈ ગઈ છે. બુધવારે પણ રાજ્યમાંથી કોરોનાના 8707 પેશન્ટો મળેલા.   છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 56 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં રાજ્યનો મરણાંક 51,903નો થઈ ગયો છે.   છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 3744 પેશન્ટોને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી સાજા થઈને ઘરે જનારા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 20,12,367ની થઈ ગઈ છે.  અત્યારે રાજ્યમાં 64,260 દરદી સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84,814 ટેસ્ટ કરવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,60,26,587 ટેસ્ટ કરાઈ છે.   મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1145 દરદી મળ્યા હતા. એ સાથે શહેરમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 3,22,844 થઈ ગઈ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં પાંચ દરદીનાં મોત થયાં હતાં. શહેરનો મૃત્યાંક 11,463નો થઈ ગયો છે. મુંબઈમાં 4782 દરદીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે.   પુણે ડિવિઝનમાં છેલ્લા 24 કલાકમાં 1734 નવા કેસ મળ્યા હતા. એ સાથે પુણે ડિવિઝનમાંથી મળેલા કોરોનાના દરદીની કુલ સંખ્યા 5,21,305ની થઈ ગઈ છે. જ્યારે મૃત્યાંક 11,717નો છે.   નાશિક ડિવિઝનમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 2,88,821ની થઈ ગઈ છે અને મૃત્યાંક 11,727નો છે.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer