પેટ્રોલિયમનો કર ઘટાડવામાં ધર્મ સંકટ : નાણાપ્રધાન
અમદાવાદ, તા.25: કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે ગુજરાતમાં અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેસન (એએમએ)અને ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)ની મુલાકાત લીધી હતી. નાણાંપ્રધાને વધી રહેલા પેટ્રોલિયમના ભાવ અને ફયૂઅલ પર કેન્દ્ર અને રાજયની લેવી પર પણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કર આવકનો અગત્યનો ત્રોત છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલ પર કર ઘટાડવો એ ધર્મસંકટ છે અને ગ્રાહકો પરનો બોજ ઘટે તે માટે કેન્દ્ર અને રાજય સરકારે વાત કરવાની જરૂર છે. Published on: Fri, 26 Feb 2021