સની લિયોનીને ટ્રાફિક પોલીસનાં ઈ-ચલાન

અભિનેત્રીની કારની નંબર પ્લેટનો દુરુપયોગ કરનારો પકડાયો મુંબઇ, તા. 25 : અભિનેત્રી સની લિયોન વેબરની કારની નંબર પ્લેટનો ઉપયોગ બીજું જ કોઇ કરી રહ્યું હતું. આ મામલે અભિનેત્રીને વારંવાર ઇ-ચલાન મોકલવામાં આવ્યાં ત્યારે સનીએ આશ્ચર્ય વ્યકત કર્યું હતું. જે રસ્તા પર પોતાની કાર ગઇ નથી તે રસ્તા પરથી તેને ઇ-ચલાન મળી રહ્યાં હતાં. તેણે ત્રણ ઇ-ચલાન મળતાં આ બાબતે તપાસ કરી હતી. તેણે કોઇપણ ટ્રાફિક નિયમો તોડયા ન છતાં ત્રણ વાર ટ્રાફિક વિભાગે ઇ-ચલાન મોકલ્યાં હતાં. ડીએન નગર પોલીસે આ મામલે તપાસ કરતા સનીની કારનો નંબર અન્ય વાહનચાલક વાપરી રહ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તેની તપાસ પણ થઇ હતી. વરલી ટ્રાફિક પોલીસ વિભાગને આ બાબતે ફરિયાદ કરાતાં તેની તપાસ કરાઇ હતી. આ મામલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે પીયૂષ સેન નામના ચાલકની ધરપકડ કરી હતી. સપ્ટેમ્બર 2020થી ખોટી નંબર પ્લેટ અને આબેહુબ કાર ચલાવી રહ્યો હોવાનો તેના પર આરોપ છે. Published on: Fri, 26 Feb 2021