સંજય રાઠોડ ભીડ પ્રકરણ : પોહરાદેવી મંદિરના મહંત સહિત 19ને કોરોના

સંજય રાઠોડ ભીડ પ્રકરણ : પોહરાદેવી મંદિરના મહંત સહિત 19ને કોરોના
મુંબઈ, તા. 25 : વાશિમના પોહરાદેવી મંદિરની બહાર શિવસેનાના વન પ્રધાન સંજય રાઠોડની તરફેણમાં ભેગી થયેલી ભીડને કારણે મંદિરના મહંત કબીરદાસ મહારાજ સહિત 19 જણને કોરોનો ચેપ લાગ્યો છે. પુણેમાં 8 ફેબ્રુઆરીના આપઘાત કરનાર તરુણી સાથે પોતાનું નામ સંકળાતા વન પ્રધાન સંજય રાઠોડ તરત જ અજ્ઞાતવાસમાં જતા રહ્યા હતા. મંગળવારે તેઓ જાહેરમાં આવ્યા હતા અને સૌથી પહેલા પોહરાદેવી મંદિરના દર્શને ગયા હતા. મંદિરની બહાર તેમના સમર્થક શિવસૈનિકોની ભીડ ભેગી થઈ હતી. વિપક્ષની ટીકાને પગલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ ભીડના જમા થવા વિશે તપાસનો આદેશ આપ્યો છે.   સૂત્રોએ કહ્યું હતું કે પોહરાદેની જગદંબા દેવીના મહંત કબીરદાસ મહારાજ  અને તેમના પરિવારના ત્રણ જણને પણ કોરોના થયો છે. કબીરદાસ મહારાજની 21 ફેબ્રુઆરીના કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી. આમછતાં સંજય રાઠોડની મુલાકાત વખતે તેઓ હાજર રહ્યા હતા. કલાકો સુધી તેમની સાથે જ હતા.      Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer