ખાનગી વાહનના માસ્ક વગરના પ્રવાસી દંડાયા : લોકોમાં આક્રોશ

મુંબઈ, તા 26 : મહાનગરપાલિકાએ કોવિડ-19ના વધતા કેસના આંકડાઓને ધ્યાનમાં રાખી માસ્ક પહેર્યા વગર નીકળતા નાગરિકો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવાની સાથે ખાનગી વાહનોમાં માસ્ક વગર મુસાફરી કરતા નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે. કારણ, મહાપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલની સહીવાળા પાલિકાના પરિપત્રમાં કહેવાયું છે કે લોકો તેમના ખાનગી વહનોમાં માસ્ક વગર મુસાફરી કરી શકે છે અને તેમની પાસે દંડ વસુલાશે નહીં.
અંધેરી ખાતે એક યુગલે તેમન પોતાની કારમાં પુત્રી સાથે જઈ રહ્યા હતા ત્યારે માસ્ક પહેર્યો ન હોવાથી દંડ વસુલવામાં આવ્યો હતો. નિયમની જાણ ન હોવાથી દલીલો કર્યા વગર દંડ ચુકવી દીધો. આમ છતાં તેમણે અમારો ફોટો લીધો. તો અંધેરીના લોખંડવાલા રેસિડન્ટ અસોસિયેશનના સભ્ય ધવલ શાહે  જણાવ્યું કે બાઇકસવાર માસ્ક વગર નીકળે અને દંડ વસુલવામાં આવે તો એ યોગ્ય છે, પણ ખાનગી વાહનમાં બેઠેલા લોકોને દંડવા એ તો એક જાતની હેરાનગતિ છે.
પાલિકાના અધિકારીએ જણાવ્યું કે, પાલિકાના સર્ક્યુલર મુજબ ખાનગી વાહનોમાં જનારાએ માસ્ક પહેરવાની જરૂર નથી. કોવિડ-19ના કેસ વધી રહ્યા છે ત્યારે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવો જરૂરી છે, એમાંય જાહેર સ્થળોએ જતા હોય ત્યારે ખાસ માસ્ક પહેરવા જોઇએ એવું અમે લોકોને સમજાવીએ છીએ.
મુંબઈનાં મેયર કિશોરી પેડનેકરે ક્લીન અપના પ્રતિનિધિ સાથે યોજેલી મીટિંગમાં માર્શલ્સને આદેશ આપ્યો હતો કે લોકોને હેરાન કરવા નહીં. તેમનો ઉદ્દેશ લોકોએ માસ્ક પહેરેલા એટલો જ હોવો જોઇએ.
તો રિક્ષા ડ્રાઇવર્સનું કહેવુ ંછે કે માર્શલ કડકાઈપૂર્વક કામ કરે છે અને જો માસ્ક યોગ્ય રીતે ન પહેર્યો હોય તો પણ દંડ વસુલે છે. પાલિકાના નિયમમાં સ્પપણેષ્ટ જણાવ્યું છે કે રિક્ષા, ટેક્સી, ઍપ કૅબ સહિત તમામ જાહેર પરિવહનના વાહનોમાં પૂરા સમય માટે માસ્ક પહેરવો ફરજિયાત છે.
Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer