કોરુગેટેડ બૉક્સ ઉદ્યોગ આર્થિક સંકટમાં

કોરુગેટેડ બૉક્સ ઉદ્યોગ આર્થિક સંકટમાં
ઉત્પાદન ખર્ચમાં તીવ્ર ઉછાળો અમારા પ્રતિનિધિ તરફથી  મુંબઈ, તા. 7?: છેલ્લા થોડાક મહિનાઓમાં ઉત્પાદનખર્ચમાં તીવ્ર વધારો થવાથી અને બીજી બાજુ કાચી સામગ્રીનો પુરવઠો ખોરવાઈ જવાથી ભારતનો કોરૂગેટેડ બૉક્સ ઉદ્યોગ કટોકટીમાં મુકાઈ ગયો છે.  તેની મુખ્ય કાચી સામગ્રી ક્રાફ્ટ પેપર છે. માત્ર પેપરના ભાવવધારાના કારણે કોરૂગેટેડ બૉક્સ ઉદ્યોગનો ઉત્પાદન ખર્ચ 70 ટકા વધી ગયો છે.   ક્રાફ્ટ પેપર મિલો સપ્લાય બાજુ આયાતી અને સ્થાનિક વેસ્ટ પેપરના વધતા જતા ભાવો, કોરોના લૉકડાઉન અને આંતરરાજ્ય લૉજિસ્ટિક્સ અડચણોના કારણે ઉપલબ્ધતા ઘટી હોવાનાં કારણો દર્શાવે છે. સામે માગની બાજુ જોઈએ તો મિલો ચીનને રિસાઈકલ્ડ ક્રાફ્ટ પેપર પલ્પ રોલ્સના રૂપમાં ક્રાફ્ટ પેપર નિકાસ કરવાની સોનેરી તકનો લાભ ઉઠાવી રહી છે. 1 જાન્યુઆરી 2021થી વેસ્ટ પેપર્સ સહિતના તમામ સોલીડ વેસ્ટની આયાત પ્રતિબંધના પરિણામનો ચીનની મિલો સામનો કરી રહી છે.   ઇન્ડિયન કોરૂગેટેડ કેસ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન (ઈક્મા)ના પ્રમુખ સંદીપ વાધવાએ જણાવ્યું છે કે માગના ગાળા થકી અને ચીનમાં આકર્ષક ભાવો ઊપજવા થકી ભારતીય ક્રાફ્ટ પેપરનું ઉત્પાદન સ્થાનિક બજારના બદલે બીજે સ્થળાંતર થઈ રહ્યું છે. આથી ફિનિશ્ડ પેપર અને રિસાઈકલ્ડ ફાઈબરના ભાવો ઊંચા જાય છે.  ભારતીય ક્રાફ્ટ પેપર મિલો દ્વારા-રિસાઈકલ્ડ ક્રાફ્ટ પેપર રોલ્સની નિકાસ આ વર્ષે 20 લાખ ટનથી વધી જવાની  શક્યતા છે જે ભારતના કુલ સ્થાનિક ક્રાફ્ટ પેપર ઉત્પાદનના 20 ટકા જેટલી થાય છે. 2018 પહેલાં શૂન્ય નિકાસ હતી અને એ ધોરણે આ સપ્લાય સાઈડ ડાયનેમીક્સ ગેઈમ-ચેન્જર બની ગઈ છે. ક્રાફ્ટ પેપરની કોસ્ટના વધારા ઉપરાંત તમામ અન્ય ઈનપુટ્સ જેવાં કે માનવબળ ખર્ચ, સ્ટાર્ચ, ફ્રેઈટ અને અન્ય ઓવરહેડસ પણ છેલ્લાં અમુક વર્ષોમાં 60થી 70 ટકા વધી ગયા છે.   ઈકમાના ઉપ-પ્રમુખ હરીશ મદને જણાવ્યું છે કે આ પર્યાવરણ અનુકૂળ ઉદ્યોગ છે જે વાર્ષિક 75 લાખ મેટ્રિક ટન રિસાઈકલ્ડ ક્રાફ્ટ પેપરનો વપરાશ કરે છે અને 100 ટકા રિસાઈકલેબલ કોરૂગેટેડ બૉક્સનું નિર્માણ કરે છે. આના બજારનું કદ રૂા. 27000 કરોડનું છે. આ ઉદ્યોગમાં 6 લાખ નાગરિકોને રોજગાર રળે છે.   ઈકમાના એમિરેટસ પ્રેસિડેન્ટ કિરીટ મોદીએ જણાવ્યું હતું કે ભારતના કોરૂગેટેડ બૉક્સ ઉદ્યોગમાં 350 થી વધુ અૉટોમેટિક કોરૂગેટરો છે અને 10,000 થી વધુ સેમિ-અૉટોમેટિક એકમો છે. મોટા ભાગે એમએસએમઈ ક્ષેત્ર છે.   ઇન્ડિયન કોરૂગેટેડ કેસ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશન (ઈક્મા)એ જણાવ્યું છે કે તમામ ઉત્પાદિત ચીજો સસ્ટેઈનેબલ પૅકાજિંગ સાથે સપ્લાય થઈ શકે તે માટે અને વડા પ્રધાનની `મેઈક ઈન ઇન્ડિયા' ઝુંબેશ સાર્થક થાય તે માટે ભારતીય કોરૂગેટેડ બૉક્સ ઉદ્યોગની તંદુરસ્તી જરૂરી છે. આથી મોટા બ્રાન્ડ ધારકો અને અન્ય કૉર્પોરેટ ફેર પ્રાઈસ રીવીઝન મંજૂર કરે એ જરૂરી છે કે જેથી કોરૂગેટેડ બૉક્સ ઉદ્યોગને બંધ પડતાં અટકાવી શકાશે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer