જંગલી હાથીનો હુમલો : યુવક ઘાયલ

અમારા પ્રતિનિધિ તરફથી   સિધુદુર્ગ. તા. 7 : સિંધુદુર્ગ જિલ્લામાં દોંડા માર્ગ તાલુકામાં મોર્લે ગામમાં એક જંગલી હાથીએ કરેલા હુમલામાં એક યુવકને ગંભીર રીતે ઈજા થઈ છે.   કાજુના બાગમાં કામ કરી રહેલા આ યુવક પર હાથીએ અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં તેને ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. યુવકની ચીસો સાંભળી આસપાસમાં હાજર લોકો સ્પોટ પર દોડી આવતા તેનો જીવ બચ્યો હતો. ગયા વર્ષે આ જંગલી હાથીએ ખેડૂતો પર હુમલો કર્યો હતો. બીજી તરફ વન વિભાગની નિક્રિયતાને કારણે ગામવાસીઓ નારાજ છે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer