રાજ્યમાં છેલ્લા પાંચ માસમાં સૌથી વધુ 11,141 દૈનિક કેસ નોંધાયા

મુંબઈમાં નવા 1360 કોરોના સંક્રમિતો  અમારા પ્રતિનિધિ તરફથી  મુંબઈ, તા. 7 : મુંબઈમાં આજે કોરોનાના વધુ 1360 દરદીઓ મળ્યા છે. જ્યારે 1020 દરદીઓને હૉસ્પિટલાંથી રજા આપવામાં આવી છે. મુંબઈમાં કોરોનાએ આજે વધુ પાંચ દરદીઓનો ભોગ લેતા કુલ મરણાંક 11,500 સુધી પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના વધુ 11,141 દરદીઓનો ઉમેરો થયો છે. જે છેલ્લા લગભગ પાંચ માસમાં સહુથી મોટો દૈનિક ઉછાળો છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી આજે વધુ 38 જણનાં મૃત્યુ નીપજ્યાં છે. કોરોનામાંથી સાજા થયેલા 6013 દરદીઓને આજે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.  છેલ્લા 24 કલાકમાં થાણે જિલ્લામાં 152, થાણે પાલિકામાં 199, નવી મુંબઈમાં 159, કલ્યાણ-ડોમ્બિવલીમાં 304, ઉલ્હાસનગરમાં 30, ભિવંડી-નિઝામપુર પાલિકામાં પાંચ, મીરા-ભાઇંદરમાં 69, પાલઘરમાં 25, વસઈ-વિરારમાં 36, રાયગઢમાં 40 અને પનવેલમાં 113 દરદીઓ મળ્યા છે. થાણે જિલ્લામાં એક, નવી મુંબઈમાં બે અને પનવેલમાં કોરોનાએ એકનો ભોગ લીધો છે. મુંબઈ અને તેની આસપાસના નગરોમાં છેલ્લા 24 કલાકમાં 2493 દરદીઓ મળ્યા છે.  છેલ્લા 24 કલાકમાં નાશિક સર્કલમાં 1403, પુણે સર્કલમાં 2173, કોલ્હાપુર સર્કલમાં 115, ઔરંગાબાદ સર્કલમાં 770, લાતુર સર્કલમાં 506, અકોલા સર્કલમાં 1821 અને નાગપુર સર્કલમાં 1860 કોરોનાના કેસો મળ્યા છે. કોરોનાએ મુંબઈ અને નાશિક સર્કલ પ્રત્યેકમાં આઠ, પુણે સર્કલમાં 6, નાગપુર, લાતુર અને ઔરંગાબાદ સર્કલ પ્રત્યેકમાં ત્રણ, અકોલા સર્કલમાં ચાર અને કોલ્હાપુર સર્કલમાં બે જણનો ભોગ લીધો છે.  મહારાષ્ટ્રમાં ગત 16મી અૉક્ટોબરે 11,447 કેસ નોંધાયા હતા. ત્યાર પછી આજનો આંકડો સહુથી મોટો છે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer