મહાશિવરાત્રિએ ત્ર્યંબકેશ્વર મંદિર ભક્તો માટે બંધ રહેશે

મહાશિવરાત્રિએ ત્ર્યંબકેશ્વર મંદિર ભક્તો માટે બંધ રહેશે
ત્ર્યંબકેશ્વર, તા. 7 : મહાશિવરાત્રિને ધ્યાનમાં રાખી પ્રાંત અધિકારી શુભમ ગુપ્તાએ શુક્રવારે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં શિવભક્તો માટે મહાશિવરાત્રિના ઉત્સવ દરમિયાન મંદિર ખુલ્લું રાખવામાં આવશે એવું આશ્વાસન અપાયું હતું, પરંતુ એ જ દિવસે મોડી રાત્રે ત્ર્યંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના સભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં મહાશિવરાત્રિએ મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.   પ્રાંત અધિકારી ગુપ્તાએ યોજેલી બેઠકમાં મહાશિવરાત્રિની ઉજવણી 11 માર્ચ, 2021ના થવાની છે. દર વરસે ત્ર્યંબકેશ્વરના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે, પરંતુ કોરોનાના વધતા કેસને કારણે આ વરસ મંદિરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક શિવમંદિર બંધ હશે ત્યારે માત્ર ત્ર્યંબકેશ્વર મંદિર ખુલ્લું રાખવામાં આવશે તો ભારે ભીડ થવાની અને એને નિયંત્રણમાં રાખી શકાશે નહીં. એટલે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું. દરમિયાન, પાલખી ઉત્સવ સરકારના આદેશ મુજબ મર્યાદિત ઉપસ્થિતિમાં પાર પાડવામાં આવશે. એમાં ત્ર્યંબકેશ્વર ટ્રસ્ટ તરફથી તમામ નિત્ય પૂજા કરવામાં આવશે. એ સાથે મંદિરમાં રોશની કરવાનું કામ શરૂ થયું છે  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer