બીજી-ત્રીજી લહેરની હૂની ચેતવણી

બીજી-ત્રીજી લહેરની હૂની ચેતવણી
કોરોનાને હળવાશથી ન લેશો   નવી દિલ્હી, તા. 7 : કોરોનાસંક્રમણના મામલા એક વખત ઘટયા બાદ દેશ અને દુનિયામાં ફરી વધવા લાગ્યા છે. દુનિયાભરમાં વીતેલા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને સંક્રમિતોની કુલ સંખ્યા હવે 11 કરોડ 70 લાખથી પણ વધી ગઈ છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ અનુસાર દુનિયામાં હજુ સુધી 26 લાખથી વધુનાં મોત થયાં છે. દરમ્યાન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે હજુ કોરોનાની ત્રીજી કે ચોથી લહેર આવી શકે છે એટલે તમામ દેશ કોરોનાના સંક્રમણને ફેલાતું રોકવાના પ્રયાસોમાં કોઈ ઘટાડો કરે નહીં.  મીડિયા અહેવાલો અનુસાર હુના પ્રમુખ ટેડ્રોસ અધાનોમે કહ્યું હતું કે અમે એવું માનીએ છીએ કે લોકો કોરોનાથી જોડાયેલા પ્રતિબંધોથી કંટાળી ચૂક્યા છે પરંતુ મહામારી ખતમ થઈ ગયાનું માનવું એ મોટી ભૂલ હશે.  ટેડ્રોસે બ્રાઝિલની સ્થિતિ પર વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાંના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ કોરોનાથી જોડાયેલા પ્રતિબંધોને બિનજરૂરી લેખાવ્યા હતા. ટેડ્રોસે કહ્યું કે બ્રાઝિલની સ્થિતિમાં કોઈ ફરક પડતો જણાતો નથી. અમને લાગે છે કે બ્રાઝિલની સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ.  
Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer