ધાર્મિક સ્થળો બંધ; ચર્ચે ધાર્મિક વિધિ માટે માર્ગદર્શિકા જારી કરી

મુંબઈ, તા. 6 : સોમવાર સાંજથી અમલમાં આવેલા આંશિક લૉકડાઉનને બાદ 30 એપ્રિલ સુધી તમામ ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. બાબુલનાથ મંદિર, મુંબાદેવી, સિદ્ધિવિનાયક અને રામ મંદિર (વડાલા)  શ્રદ્ધાળુઓ માટે બંધ કરાયા છે, તો દરગાહ અને ચર્ચ પણ આંશિક લૉકડાઉન દરમિયાન બંધ રહેશે.
મુંબઈના આર્કબિશપે ઘોષણા કરી છે કે ચર્ચ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. બૉમ્બે ઓસવાલ્ડ કાર્ડિનલ ગ્રેસિયાના આર્કબિશપે ત્યાં સુધી બાપ્તિસ્પા, પુષ્ટિ, સ્વીકારોક્તિ, લગ્ન અને દફન સહિતની તમામ વિધિઓ માટે માર્ગદર્શિકા જારી કરી છે. તેમણે પૂજારીઓને એક વીડિયો સંદેશ સાથે પરિપત્ર મોકલ્યા છે. એ સાથે તેમણે સંક્રમણ રોકવા માટે માસ્ક પહેરવાની સાથે કોરોના પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું છે.
રાજ્યભરમાં 144મી કલમ લાગુ કરાઈ હોવાથી પાંચ કરતાં વધુ વ્યક્તિ ભેગી થઈ શકતી નથી. એટલે બાપ્ટિઝમ નાના ગ્રુપમાં કરાશે. મિનિસ્ટર, બાળક, વાલીઓ અને ગૉડપેરેન્ટ સક્રેમેન્ટમાં ઉપસ્થિત રહી શકશે.વીકઍન્ડમાં કર્ફ્યુ હોવાથી લગ્ન પ્રશાસનની પરવાનગી વગર લગ્ન થઈ શકશે નહીં, તો પ્રાર્થનાસભાનું આયોજન કરી શકાશે નહીં.
Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer