વૈશ્વિક બિનલોહ ધાતુમાં પુન: મજબૂતી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : લંડન મેટલ એક્સ્ચેન્જ ખાતે તાંબાનો ભાવ પુન: ટન દીઠ વધીને 9288 ડૉલરે કવૉટ થયો હતો. વૈશ્વિક સ્તરે વૅક્સિનેશન વધારવાના પ્રયાસોથી ઔદ્યોગિક પ્રવૃત્તિ વધવાના આશાવાદને લીધે બિનલોહ ધાતુમાં મજબૂતી આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ટીનનો ભાવ 26,367 ડૉલર હતો, નિકલમાં 16,402 ડૉલર પર નબળાઈ હતી. જસતમાં 56 ડૉલરના સુધારે ભાવ 2867 ડૉલર અને સીસાનો ભાવ ત્રણ ટકા સુધારે 2043 ડૉલરે મજબૂત હતો.
સ્થાનિક બજારમાં માત્ર ઔદ્યોગિક ક્ષેત્રના મોટા ઓર્ડરની ફિઝિકલ ડિલિવરી શરૂ હોવાથી બજારમાં ઊંચી સપાટીએ ભાવમાં પ્રમાણમાં સ્થિરતા જણાઈ છે. અધિકત રીતે ધાતુ સહિતનાં બજારો લૉકડાઉનને લીધે  બંધ છે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer