સોનાનો ભાવ રૂ 411 અને ચાંદીનો રૂ 338 વધ્યો

સોનાનો ભાવ રૂ  411 અને ચાંદીનો રૂ  338 વધ્યો
ડૉલર નબળો પડતાં અને યુએસ બૉન્ડ યીલ્ડમાં ઘટાડો થવાથી સોનાના ભાવમાં ઉછાળો
મુંબઈ, તા.19 : વૈશ્વિક સ્તરે મજબૂત લેવાલી અને રૂપિયો નબળો પડતાં સોમવારે દેશની રાજધાનીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ 411 વધીને રૂ  47,291 થયો હતો. આ પહેલાના સત્રમાં સોનુ પ્રતિ 10 ગ્રામ રૂ  6,880 બંધ રહ્યો હતો. આજે ચાંદીનો ભાવ રૂ 338 વધીને પ્રતિ કિલો રૂ 67,997થી રૂ 68,335 થયો છે. શરૂઆતના સત્રમાં ભારતીય રૂપી બાવન પૈસા ઘટીને યુએસ ડૉલર સામે 74.87 રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ પ્રતિ ઔંસ 1,787 યુએસ ડૉલર ટ્રેડ થઈ રહ્યા હતા. 
કોરોનાનો ફેલાવો વધતો જતો હોવાથી આર્થિક વિકાસના સંયોગો ઝાંખા પડયા છે અને વિદેશી રોકાણકારો દેશમાંથી મૂડી ખેંચી રહ્યા છે. આ સંજોગોમાં સલામતીના સ્વર્ગ તરીકે સોનાનું આકર્ષણ વધી રહ્યું છે. 
એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તાપન મહેતાએ કહ્યું કે, ડૉલર નબળો પડતા અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાથી સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. મોતિલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના કોમોડિટીઝ રિસર્ચના વાઈસ પ્રેસિડેન્ટ નવનિત દામાણીએ કહ્યું કે, સોનાના ભાવમાં વધારો થયો છે અને ગત સત્રમાં સાત અઠવાડિયાની ટોચની નજીક પહોંચ્યો હતો જેનું મુખ્ય કારણ ડૉલર નબળો પડતા યુએસ ટ્રેઝરી યીલ્ડમાં પીછેહઠ થતા બુલિયનની માગમાં વધારો છે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer