મીરે એસેટના બે પેસિવ ફંડ દ્વારા ભારતીય રોકાણકારોને ફેસબુક, ઍપલ જેવી `ફેન્ગ'' કંપનીઓમાં રોકાણનો અવસર

મીરે એસેટના બે પેસિવ ફંડ  દ્વારા ભારતીય રોકાણકારોને  ફેસબુક, ઍપલ જેવી `ફેન્ગ'' કંપનીઓમાં રોકાણનો અવસર
પહેલા ફંડનું ભરણું 30મી એપ્રિલે, બીજા ફંડનું ત્રીજી મેએ બંધ થશે
મુંબઈ, તા. 19 : મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઈન્ડિયાએ બે ઓપન એન્ડેડ ફંડ ફેન્ગ + ઇટીએફ અને ફેન્ગ + ઇટીએફ ફંડ ઓફ ફંડના ભરણાં શરૂ કર્યા છે. પહેલું ભરણું 30મી એપ્રિલે અને બીજું 3મેએ બંધ થશે.  
ફેન્ગ એ એક શબ્દસમૂહ છે જે ફેસબુક, એપલ, એમેઝોન, નેટફ્લિક્સ અને આલ્ફાબેટ ગુગલ જેવી ટેક્નોલોજી સોસિયલ મીડિયા કંપનીઓ માટે પ્રચલિત છે. 
દેશમાં આ પ્રકારના પહેલા ફંડ હોવાનું પ્રવક્તાએ કહ્યું હતું. મીરે એસેટ એફએએનજી + ઇટીએફ સ્કીમનું મોડેલ ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ (એનવાયએસઈ+ ટોટલ રિટર્ન ઇન્ડેક્સની પ્રતિકૃતિ છે, જયારે તેનું  મીરે ફેન્ગ  + ઇટીએફ ફંડ ઓફ ફંડ મીરે એસેટ એનવાયએસઇ ફેન્ગ + ઇટીએફમાં રોકાણ કરશે. 
પહેલા ફંડનું સંચાલન સિદ્ધાર્થ શ્રીવાસ્તવ અને બીજા ફંડનું સંચાલન મીઝ  એકતા ગાલા કરશે. એનવાયએસઇ ફેન્ગ + ઈન્ડેક્સ ભારતીય રોકાણકારોને ફેસબુક, એમેઝોન, એપ્પલ, નેટફ્લિક્સ, આલ્ફાબેટ (ગૂગલ), ટેસ્લા, ટ્વિટર ટેક્નોલોજી  કંપનીઓમાં  રોકાણ કરવાની તક પૂરી પાડશે.  `મીરે એસેટ એનવાયએસઇ એફએએનજી + ઇટીએફ ફંડ ઓફ ફંડ' રોકાણકારોને રેગ્યુલર પ્લાન અને ગ્રોથ ઓપ્શન ધરાવતા ડાયરેક્ટ પ્લાનનો વિકલ્પ પણ આપશે. 
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, આ ક્ષેત્રો અને કંપનીઓ લાંબા ગાળાના વલણ દર્શાવે  છે જેમાં અર્થતંત્ર, વ્યવસાય અને સમાજમાં બદલાવ લાવવાની ક્ષમતા છે. બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રૂપના જણાવ્યા પ્રમાણે એનવાયએસઇ ફેન્ગ + ઈન્ડેક્સમાંની 10 માંથી 7 કંપનીએ વર્ષ 2020 માટે ટોચની 50 સંશોધક  કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. આ કંપનીઓમાંથી 4 કંપનીઓએ 50 કંપનીઓમાં 10થી વધુ વખત સ્થાન મેળવ્યું છે 
બંને યોજનાના  એનએફઓ દરમિયાન ઓછામાં ઓછું રોકાણ   રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1 ના ગુણોત્તરમાં કરી શકાય છે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer