નેશનલ એવૉર્ડ વિજેતા લેખિકા-દિગ્દર્શિકા સુમિત્રા ભાવેનું અવસાન

નેશનલ એવૉર્ડ વિજેતા લેખિકા-દિગ્દર્શિકા સુમિત્રા ભાવેનું અવસાન
જાણીતા લેખિકા-દિગ્દર્શિકા સુમિત્રા ભાવેનું 78 વર્ષની વયે પુણેમાં અવસાન થયું છે. તેઓ છેલ્લા થોડા સમયથી ઉંમર સંબંધિત વ્યાધિથી પીડાઈ રહ્યાં હતાં. તેમણે કાસવ, સંહિતા, અસ્તુ, વેકમ હૉમ, વાસ્તુપુરુશ, દહાવી ફા, દેવરાઈ જેવી ફિલ્મો બનાવી છે. તેમણે સહદિગ્દર્શક સુનીલ સુકથાંકર સાથે મળીને મરાઠી ફિલ્મોની છબી બદલાવી હતી. તેમણે માનસિક સ્વાસ્થ્યને લીધે થતાં ભેદભાવ પર આધારિત બનાવેલી કાસવ ફિલ્મને નેશનલ એવૉર્ડ મળ્યો હતો. તેમણે ચૈતન્ય તામ્હણેની આગામી ફિલ્મ ધ ડિસાઈપલમાં નેરેટર તરીકે સ્વર આપ્યો છે. તેમની વિદાયથી મરાઠી સિનેમાના એક યુગનો અંત આવ્યો છે. તેઓ ફિલ્મમેકર હોવા સાથે સામાજિક કાર્યકર પણ હતાં અને તેમની ખોટ કયારેય નહીં પુરાય એવું ફિલ્મમેકરોનું કહેવું છે. 

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer