હૉલીવૂડ ફિલ્મ આર્મી અૉફ ધ ડેડમાં હુમા કુરેશી

હૉલીવૂડ ફિલ્મ આર્મી અૉફ ધ ડેડમાં હુમા કુરેશી
અભિનેત્રી હુમા કુરેશી બૉલીવૂડમાં પોતાની અભિનય કુશળતા ઝળકાવી ચૂકી છે. ગેગ્સ અૉફ વાસેપુરથી તેણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને લોકપ્રિય બની હતી. હવે તે બૉલીવૂડના અન્ય કલાકારોની જેમ હૉલીવૂડમાં પ્રવેશશે. જેક સ્નાઈડરની ફિલ્મ આર્મી અૉફ ધ ડેડમાં હુમા જોવા મળશે. આ થ્રીલર ઝોમ્બી ફિલ્મ છે અને તેમાં હુમા ઉફરાંત ડેબ્યુ બ્યુટિસ્ટા, એલા પુર્નેલ, ઓમારી હાર્ડવિક, એના ડે લા રેગુએરા, શિયો રોસી, નોરા અરનેજર જેવા કલાકારો છે. હુમાએ સોશિયલ મિડિયા પર આ ફિલ્મનું ટ્રેલર મૂકયું છે. તેણે લખ્યું હતું કે, પ્રતિભાશાળી અને દુરંદેશી ધરાવતાં જેક સ્નાઈડરની ચાહક અને મિત્ર હોવાનો મને ગર્વ છે. આ ફિલ્મનો હિસ્સો હોવાનું ગૌરવ છે. 
જોકે, આર્મી અૉફ ધ ડેડમાં હુમાના પાત્ર વિશેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે હુમા ઉપરાંત અભિનેતા ધનુષ રુસો બ્રધરની ધ ગ્રે મૅન અને ફરહાન અખ્તર માર્વેલ સિરીઝ મિસ માર્વેલમાં જોવા મળશે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer