બ્રિટિશ સાઈકોલૉજિકલ ક્રાઈમ ડ્રામા લ્યુથરની રિમેકમાં અજય દેવગણ

બ્રિટિશ સાઈકોલૉજિકલ ક્રાઈમ ડ્રામા લ્યુથરની રિમેકમાં અજય દેવગણ
બૉલીવૂડના ઉત્તમ કલાકારોમાંના એક અજય દેવગણે તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ ગોબરની જાહેરાત કરી છે. હવે તે બ્રિટિશ શો લ્યુથરની હિન્દી રિમેકમાં જોવા મળશે. લ્યુથર સાઈકોલૉજિકલ ક્રાઈમ ડ્રામા થ્રીલર છે. આમાં અભિનેતા ઈદ્રિસ આલ્બાએ મુખ્ય પાત્ર ભજવ્યું છે. હવે આ સિરીઝની હિન્દી રિમેકમાં અજય અન્ડર કવર એજન્ટની ભૂમિકા ભજવશે. આ સિરીઝના દિગ્દર્શક રાજેશ માપુસકર હશે જેમણે ફરારી કી સવારી અને વૅન્ટિલેટરનું દિગ્દર્શન કર્યું હતું. લ્યુથર દ્વારા અજય ઓટીટી પર પદાર્પણ કરશે અને આ સિરીઝ ડિઝની- હૉટસ્ટાર પર રજૂ થશે. 

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer