દરેક ઘરમાં સલમાન જેવો દીકરો જોઈએ : રાખી સાવંત

દરેક ઘરમાં સલમાન જેવો દીકરો જોઈએ : રાખી સાવંત
હંમેશાં જાતજતાના ડ્રામા કરીને ચર્ચામાં રહેનારી રાકી સાવંતની માતા કૅન્સર સામે ઝઝૂમી રહી છે. તેનું અૉપરેશન થયું છે. આ વિશેનો એક વીડિયો રાખીએ સોશિયલ મીડિયા પર મૂકયો છે અને તેમાં રાખી અને તેની માતાએ અૉપરેશન માટે આર્થિક મદદ કરનાર સલમાન ખાનનો આભાર માન્યો છે. રાખીએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલા વીડિયોમાં કહ્યું છે કે, આજે મારી મમ્મીનું અૉપરેશન છે. ડૉ. સંજય શર્મા તેની કૅન્સરની ગાંઠ કાઢશે. 
રાખી બાદ તેની માતાએ વીડિયોમાં હાથ જોડીને કહ્યું હતું કે, હું સલમાન ખાનનો આભાર માનું છું. અમારી પાસે પૈસા નહોતા એટલે શું કરવું એનું ટેન્શન હતું. પરંતુ સલમાન દેવદૂત બનીને આવ્યો અને તેણે અમારી ઘણી મદદ કરી છે. મારું પરેશન તેને લીધે જ શકય બન્યું છે. તેનો સંપૂર્ણ પરિવાર અમારી સાથે છે. તેનું કુટુંબ સુરક્ષિત રહે તે માટે હું પ્રાર્થના કરું છું. ત્યાર પછી રાખીએ કહ્યું હતું કે, સલમાનજી ધન્યવાદ. આજે તમારે લીધે મારી માતા જીવે છે. ઈશ્વર અને તમારે લીધે મારી માતાનું આટલું મોટું અૉપરેશન થાય છે. દરેક ઘરમાં સલમાન અને સોહેલ જેવા દીકરા જોઈએ.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer