કેએલ રાહુલ ટી-20માં 5000 રન પૂરા કરવાની રાહ પર

કેએલ રાહુલ ટી-20માં 5000 રન પૂરા કરવાની રાહ પર
નવી દિલ્હી, તા. 19: કેએલ રાહુલ માત્ર એક રનથી ટી20 કારકિર્દીમાં પોતાના 5000 રન પૂરા કરવાથી ચૂકી ગયો છે. તે સૌથી ઝડપી 5000 રન બનાવનારો ભારતીય બની શક્યો હોત. રાહુલે ટી 20ની 142 ઇનિંગમાં 4999 રન કર્યા છે અને હવે વધુ એક ઇનિંગની રાહ જોવી પડશે. ભારતીય બેટ્સમેનની વાત કરવામાં આવે તો સૌથી ઓછી ઇનિંગમાં 5000 રન પૂરા કરવાનો રેકોર્ડ કોહલીના નામે છે. કોહલીએ 167 ઇનિંગમા 5000 રન કર્યા છે.
ઓવરઓલ રેકોર્ડની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલે ટી20મા પોતાના 5000 રન 132 ઇનિંગમાં પૂરા કર્યા હતા. બીજા સ્થને શોન માર્શ છે. જેણે 144 ઇનિંગ રમી હતી. એટલે કે કેએલ રાહુલ એક રન બનાવશે તો તેની પાસે 143 ઈનિંગમાં 5000 રનનો આંકડો મેળવવાની તક હશે. તે માર્શને પાછળ છોડીને ગેલ બાદ બીજાં સ્થાને આવી જશે. 

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer