હૈદરાબાદનો બૉલિંગ કૉચ મુરલીધરન હૉસ્પિટલમાં

હૈદરાબાદનો બૉલિંગ કૉચ મુરલીધરન હૉસ્પિટલમાં
નવી દિલ્હી, તા. 19: શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. છાતીમાં દુ:ખાવાની સમસ્યાને લઈને ચૈન્નઈની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. મુરલીધરન આઇપીએલની 14મી સીઝનમાં હૈદરાબાદ સાથે જોડાયેલો છે અને ટીમનો બોલિંગ કોચ છે. મુરલીધરનને રવિવારે સાંજે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તપાસમાં મુરલીધરનના હાર્ટમાં એક બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. હવે તેને સ્ટેન્ટ મૂકવામાં આવશે. મુરલીધરનની ગણતરી દુનિયાના મહાન બોલરોમાં થાય છે. તેણે શ્રીલંકા માટે 133 ટેસ્ટ અને 350 વનડે રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 800 અને વનડેમાં 534 વિકેટ લીધી છે. મુરલીધરને 2011માં વિશ્વકપ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. 

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer