મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં 15થી 20 ટકાનો ઘટાડો

શહેરમાં 7381 સહિત રાજ્યમાં કુલ 58,924 નવા સંક્રમિતો મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 19 : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી કોરોનાના 58,924 નવા કેસ મળ્યા હતા. રવિવારે 68,631 નવા કેસ મળેલા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 38,98,262ની થઈ ગઈ છે. રાજ્યમાં 6,76,520 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 351 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 60,824નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુદર 1.56 ટકા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,412 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 31,59,240 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 81.04 ટકા છે. 
અત્યારે રાજ્યમાં 37,43,968 દરદી હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 27,081 દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય પેશન્ટ્સ પુણે જિલ્લામાં છે. ત્યાં અત્યારે 1,25,096 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. એ પછી મુંબઈમાં (85,321)નો ક્રમ આવે છે. થાણેમાં 80,976 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા સક્રિય પેશન્ટો એટલે કે 1253 દરદી બુલઢાણા જિલ્લામાં છે. 
અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,40,75,811 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 38,98,262 (16.19 ટકા) ટેસ્ટ પૉઝિટિવ આવી છે.
સોમવારે મુંબઈમાંથી કોરોનાના 7381  નવા કેસ મળ્યા હતા. રવિવારે શહેરમાંથી 8479, શનિવારે 8834 અને શુક્રવારે શહેરમાંથી 8839 નવા કેસ મળેલા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 5,86,692ની થઈ ગઈ છે. 
છેલ્લા 24 કલાકમાં 57 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 12,404નો થઈ ગયો છે. અત્યારે 86,410 દરદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં 8583 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 4,86,622ની થઈ ગઈ છે.  શહેરનો રિકવરી રેટ હવે 83 ટકા છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 47 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 1.46 ટકા છે. મુંબઈમાં 1171 બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે જ્યારે એક્ટિવ કન્ટેઈમેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 106 છે. મુંબઈમાં અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 49,82,532ની થઈ ગઈ છે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer