દેશમાં કોરોનાના નવા 2.73 લાખ દર્દી : વધુ 1619નાં મોત

નવી દિલ્હી, તા. 19 : દેશ-દુનિયાના ખૂણે ખૂણે કતારો... ટેસ્ટ માટે, રસીકરણ માટે, ઓક્સિજન માટે, કોરોનાનો કોળિયો બની ગયેલા દર્દીઓની અંતિમ ક્રિયા માટે લાંબી કતારો કાળમુખાએ આખા જગતનું જીવવું ઝેર કરી નાખ્યું છે. 
ભારતમાં સોમવારે પણ અઢી લાખથી વધુ બે લાખ, 73 હજાર 810 નવા વિક્રમ સર્જક દર્દીના ઉમેરા સાથે કુલ સંક્રમિતોની સંખ્યા દોઢ કરોડને આંબી જઇ, 1 કરોડ, 50 લાખ, 61,910 પર પહોંચી ગઇ છે.
સમસ્ત વિશ્વના તબીબી વિજ્ઞાનને  પડકાર ફેંકતાં ફેલાઇ રહેલા કાતિલ વાયરસે આજે વધુ 1619 દર્દીને કાળના મુખમાં ધકેલી દેતાં ભારતમાં કુલ 1,78,769 સંક્રમિતો જીવ ખોઇ ચૂક્યા છે.
માત્ર બે દિવસમાં 5.35 લાખથી વધુ અને છેલ્લા માત્ર પખવાડિયાંમાં 25 લાખ જેટલા નવા દર્દીના વિક્રમી વધારાનાં પગલે સક્રિય કેસોનો આંક આજે 19 લાખને આંબી ગયો હતો.
દેશમાં સોમવારે સળંગ 40મા દિવસે વધારો થયો છે. 

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer