રાજ્યમાં રસી લેનારાઓની સંખ્યા 1.22 કરોડથી વધુ

રાજ્યમાં રસી લેનારાઓની સંખ્યા 1.22 કરોડથી વધુ
રવિવાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 1,22,83,050 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રવિવારે 1,27,079 લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધી 10,67,486 હેલ્થ વર્કરોને રસીનો પહેલો ડોઝ અપાયો છે જ્યારે 5,42,627 હેલ્થ વર્કરોને બીજો ડોઝ અપાયો છે. 
એ જ રીતે 1,11,13,691 ફ્રન્ટલાઈન વર્કરોને પહેલો ડોઝ અને 3,67,965 ફ્રન્ટલાઈન વર્કરોને બીજો ડોઝ અપાયો છે. 
45 વર્ષથી ઉપરના વયજૂથમાં 87,86,940 લોકોએ રવિવાર સુધી પહેલી રસી લીધી છે અને 4,04,341 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. 

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer