મુખ્ય આરોપીઓ સામે એનઆઈએની લૂકઆઉટ નોટિસ

મુખ્ય આરોપીઓ સામે એનઆઈએની લૂકઆઉટ નોટિસ
સુશાંત ડ્રગ્સ કેસ
મુંબઈ, તા. 19 : દિવંગત બોલીવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતથી જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ મોટી કાર્યવાહી કરતા મુખ્ય શંકાસ્પદ અને મોટા ડ્રગ્સ માફિયા સાહિલ શાહ અને ફલાકો વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પાડી છે. એનસીબીએ આ લૂકઆઉટ નોટિસ સાહિલ, ફલાકોના ભારતમાં હોવાના પુરાવા મળ્યા બાદ બહાર પાડી છે.
એનસીબી ગત કેટલાક મહિનાથી સાહિલ ફલાકોની શોધ કરી રહી છે. તેની ઓળખ થોડા દિવસો પહેલાં એક છાપેમારી દરમિયાન કરાઈ હતી. મુંબઈ એનસીબીના જોઈન્ટ ડાયરેક્ટર સમીર વાનખેડેએ લૂકઆઉટ નોટિસ બહાર પાડી હોવાની વાતને ટેકો આપતાં જણાવ્યું હતું કે અમે સતત સાહિલને શોધી 
રહ્યા છે. એનસીબીની ટીમને સાહિલ ફલાકો ભારતમાં જ હોવાના પુરાવા મળ્યા છે. ત્યારબાદ આ નોટિસ બહાર પાડવામાં આવી છે.
જોકે ભારતમાં તે ક્યાં છુપાયો છે તેની જાણકારી એનસીબીને નથી. એનસીબીને સાહિલ ફલાકો નામ ડ્રગ પેડલર અબ્બાસ અને ઝૈદની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. અબ્બાસ અને ઝૈદ ડ્રગ્સ પેડલરો છે. જેની સુશાંત ડ્રગ્સ કેસમાં એનસીબીએ ધરપકડ કરી છે. જોકે આ બંનેએ પણ સાહિલ ફલાકોને જોયો નથી.
સાહિલ ફલાકોનું નામ અન્ય એક ધરપકડ કરાયેલા ડ્રગ પેડલર ગણેશ શેરેએ પણ લીધું હતું. તેણે આપેલા સરનામાને આધારે મલાડના તેના ફ્લેટમાં છાપેમારી કરી હતી. આ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂત ડ્રગ્સ કેસનો મુખ્ય શંકાસ્પદ આરોપી સાહિલ ફલાકો જ છે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer