એનઆઈએ મૃતક મનસુખ હિરેનના ઘરે પહોંચી

એનઆઈએ મૃતક મનસુખ હિરેનના ઘરે પહોંચી
એન્ટિલિયા કેસ
મુંબઈ, તા. 19 : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની એક ટીમ થાણેમાં સોમવારે વેપારી મનસુખ હિરેનના ઘરે પહોંચી હતી. એક પોલીસ અધિકારીએ આ જાણકારી આપી હતી.
મુંબઈમાં એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી સામગ્રી સાથે સ્કોર્પિયો કાર મળી હતી. તેના થોડા દિવસો બાદ આ કારના માલિકનો મૃતદેહ થાણેની ખાડીમાં રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એનઆઈએની ટીમ લગભગ સવા બે વાગ્યે થાણેની વિકાસ પામ્સ સોસાયટીમાં હિરેનના ઘરે પહોંચી હતી.
એનઆઈએ એન્ટિલિયા નજીક એસયૂવી વાહન મામલે તથા મનસુખ હિરેનની હત્યા મામલે તપાસ કરી રહી છે. આ વાહનમાં વિસ્ફોટક સામગ્રી  મૂકાઈ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે આ બીજીવાર છે કે એનઆઈએના વરિષ્ઠ અધિકારીઓ મનસુખ હિરેનના ઘરે ગયા છે. આ અગાઉ અગિયાર માર્ચે એનઆઈએની ટીમ હિરેનના ઘરે ગઈ હતી અને તેની પત્ની અને બાળકોની પૂછપરછ કરી હતી.
નોંધનીય છે કે પચીસમી ફેબ્રુઆરીએ દક્ષિણમુંબઈ સ્થિત એન્ટિલિયા નજીક સ્કોર્પિયોમાં વિસ્ફોટક સામગ્રી મૂકાઈ હતી. આ વાહનનો માલિક મનસુખ હિરેન હતો, જેનો મૃતદેહ પાંચમી માર્ચે થાણેના કલવા ખાડીમાં મળી આવ્યો હતો. તેની પત્નીની ફરિયાદમાં મનસુખ હિરેનની મોત માટે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચીન વાઝે સામે શંકા વ્યક્ત કરી હતી.
શરૂઆતમાં મહારાષ્ટ્રના એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉર્ડ આ કેસ સોંપાયા હતો. એટીએસએ અજ્ઞાત વ્યક્તિઓ સામે હત્યાનો મામલો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ એનઆઈએને આ કેસ સોંપાયો હતો.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer