હમ ભી અકેલે તુમ ભી અકેલે''માં દોસ્તી અને પ્રેમનું નવું સમીકરણ

હમ ભી અકેલે તુમ ભી અકેલે''માં દોસ્તી અને પ્રેમનું નવું સમીકરણ
બે વિજાતીય પણ સમલૈંગિક સંબંધમાં રસ ધરાવનાર જયારે સાથે મળીને રૉડટ્રીપ પર નીકળે તયારે દોસ્તી અને પ્રેમનું નવું સમીકરણ જોવા મળશે. ડિઝની હૉટસ્ટાર પર નવમી મેએ રજૂ થનારી ફિલ્મ હમ ભી અકેલે તુમ ભી અકેલેમાં આવી સ્ટોરી જોવા મળશે. ઝરીન ખાન અને અંશુમાન ઝા અભિનિત આ ફિલ્મમાં માનસી અને વીરની કથા છે જે અજાણ્યા હોય છે અને સમલૈંગિક સમાજના સભ્યો છે તથા પોતાની વાસ્તવિકતાઓથી ભાગી છૂટવાનો પ્રયાસ કરે છે. તેઓ દિલ્હીથી મેકલોડગંજની રોટ્રિપ દરમિયાન અનુભૂતિ કરે છે કે પ્રેમ સ્ત્રી અને પુરુષ જેવા લિંગભેદથી પર છે. ફિલ્મના દિગ્દર્શક હરીશ વ્યાસે કહ્યું હતું કે, માનસી અને વીર હોમોસેક્સ્યુઅલ છે અને અત્યંત વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવે છે. આમ છતાં તેમની વચ્ચે અનોખી દોસ્તીનો સંબંધ બંધાય છે. માનસી મેરઠની અને વીર ચંડીગઢનો છે અને બંને પોતપોતાના લગ્નના દિવસે ઘરેથી ભાગી જાય છે અને દિલ્હીની કલબમાં મળે છે. ત્યાંથી બંને રોડટ્રીપ પર નીકળે છે. આ ટ્રીપ દરમિયાન તેઓ પ્રેમના ખરા અર્થને સમજે છે. 
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer