પોતાના આનંદની ચાવી કોઈને આપવી નહીં- પ્રિયામણિ રાજ

પોતાના આનંદની ચાવી કોઈને આપવી નહીં- પ્રિયામણિ રાજ
દક્ષિણની પ્રતિભાશાળી અભિનેત્રી પ્રિયામણિ રાજ અૉલ્ટ બાલાજીની વૅબ સિરીઝ હિઝ સ્ટોરીમાં જોવા મળે છે. 11 એપિસોડ ધરાવતી આ સિરીઝમાં સાક્ષી, કુણાલ ને પ્રીતની કથા છે. પ્રિયામણિ સાક્ષીનું પાત્ર ભજવે છે જે કુણાલની પત્ની હોય છે. આ સિરીઝની કથા સમલૈંગિકતા અને તેની પરિવાર તથા સમાજ પર થતી અસર વિશે છે. પ્રિયામણિના મતે વ્યક્તિએ કયારેય પોતાના આનંદની ચાવી બીજા કોઈને આપવી જોઈએ નહીં. દરેકે પોતાને પ્રેમ કરવાની અને પોતાની ખુશી પર માત્ર પોતાનો અધિકાર હોવાનું જાણી લેવું જોઈએ. 
હિઝ સ્ટોરીની કથા વિશે વાત કરતાં પ્રિયામણિએ કહ્યું કે, આમાં સાક્ષી અને કુણાલ પરિણીત અને બે સંતાનોના માતાપિતા છે. બંને એકમેકને પ્રેમ કરે છે પણ કુણાલના જીવનમાં કંઇક એવું છે જે તેણે સાક્ષીથી છુપાવવું પડે છે. છેવટે સાત્રીને પતિની સમલૈંગિકતાની ખબર પડે છે અને આઘાત લાગે છે. આ બંને રેસ્ટોરાં ચલાવતાં હોય છે અને તેમના જીવનમાં ફૂડ ક્રિટિક પ્રીતનો પરવેશ તાં ધરતીકંપ આવે છે. પ્રીત અને કુણાલ પ્રેમ કરવા લાગે છે. આથી સાક્ષી ભાંગી પડે છે. તેને ખૂબ જ ગુસ્સો આવે છે અને પછી તે શું કરે છે તે જોવું રહ્યું. મેં આ પાત્ર ભજવવા ઘણું સંશોધન કર્યું હતું. માનસિક રીતે પણ મારે ઘણી વાતો ધ્યાનમાં રાખવી પડતી હતી. સાક્ષી અત્યંત સંવેદનશીલ હોય છે. એટલે આવા પાત્ર બહુ નાજુક હોય છે. વળી સિરીઝની કથા અપરંપરાગત છે .એટલે પણ થોડી ચોકસાઈ રાખવી પડી. આમ છતાં અભિનય કરવામાં મજા આવી હતી. 

Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer