આંતરરાષ્ટ્રીય પસંદગીમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયાનો સમાવેશ

આંતરરાષ્ટ્રીય પસંદગીમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયાનો સમાવેશ
વર્લ્ડ પિકટોરિયલ પૉએટ્રી ઍન્ડ આર્ટ ફોરમ દ્વારા વર્ષ 2021ના વિવિધ દેશોના કવિ, લેખકો, કલાકારોમાંથી વિજેતા પસંદ કરનારી સમિતિના બે વિશેષ સલાહકારોમાંના એક તરીકે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયાનો સમાવેશ થયો છે. બીજા સલાહકાર ઈટાલીના નિવાસી યુરોપીય સાહિત્ય અને મીડિયામાં જાણીતા ગૉફ્રેડો પાલ્મેરિની છે. આ જ રીતે 160 દેશના સક્રિય મૉટિવેશનલ સ્ટ્રીપ્સના મુખ્ય સલાહકાર પણ વિષ્ણુ પંડયાને ઘોષિત કરવામાં આવ્યા છે. આ અગાઉ ફિલિપાઈન્સના પૅન્ટાસી સાંસ્કૃતિક સંસ્થાએ હૈદરાબાદ અધિવેશનમાં ડૉ. પેનપેનના હસ્તે વિષ્ણુ પંડયાને શ્રેષ્ઠ ઉપલ્બધિનો ઍવોર્ડ એનાત થયો હતો.   
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer