દીપિકા પદુકોણ અને માતા-બહેન કોરોના પૉઝિટિવ; પિતા પ્રકાશ પદુકોણ હૉસ્પિટલમાં

દીપિકા પદુકોણ અને માતા-બહેન કોરોના પૉઝિટિવ; પિતા પ્રકાશ પદુકોણ હૉસ્પિટલમાં
પ્રખ્યાત બૅડમિન્ટન ખેલાડી અને બૉલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ અને પિતા પ્રકાશ પદુકોણ કોરોના પૉઝિટિવ છે અને પ્રકાશને બેંગ્લુરુની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 65 વર્ષના પ્રકાશ પદુકોણની તબિયત હવે સારી છે. લગભગ દસ દિવસ અગાઉ તેમના સહિત તેમનાં પત્ની ઉજ્જવલા અને બીજી દીકરી અનિષામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. આ ત્રણેનો કોરોના ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આથી ત્રણે પોતાના ઘરમાં જ આઈસોલેટ થયા હતા. પરંતુ પ્રકાશનો તાવ ઉતરતો નહોતો. આથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે તેમની તબિયત સારી છે અને કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. તેમની પત્ની તથા દીકરી ઘરે જ છે ને તેમની તબિયત સારી છે. 
પ્રકાશની બે દીકરી છે. મોટી દીપિકા બૉલીવૂડમાં અભિનેત્રી છે અને નાની અનિષા ગૉલ્ફર છે. દીપિકા અત્યારે કોરાના કાળમાં મૅન્ટલ હૅલ્થ પર કામ કરી રહી છે. છેલ્લે તેની ફિલ્મ છપાક રજૂ થઈ હતી. અત્યારે તેની પાસે પ્રભાસ સાથેની ફિલ્મ, શાહરૂખ ખાન સાથએ પઠાન, અમિતાભ બચ્ચન સાથે ધ ઈન્ટર્ન અને દ્રૌપદીના જીવન પર આધારિત એક ફિલ્મ છે. આ ઉપરાતં શકુન બત્રાની ફિલ્મમાં સિધ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે અભિનય કરી રહી છે. 
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer