ટી-20 વિશ્વ કપનું આયોજન ભારતમાંથી યુએઇ ખસેડાશે

ટી-20 વિશ્વ કપનું આયોજન ભારતમાંથી યુએઇ ખસેડાશે
બીસીસીઆઇનો સંકેત : ટૂંક સમયમાં ઘોષણા થશે
નવી દિલ્હી, તા.4 : આ વર્ષે ભારતમાં રમાનાર ટી-20 વિશ્વ કપ યૂએઇમાં આયોજિત થઇ શકે છે. કારણ કે બીસીસીઆઇને લાગી રહ્યંy છે કે હાલની સ્થિતિમાં કોઇપણ ટીમ ભારતનો પ્રવાસ કરવા અસહજ મહેસૂસ કરી રહી છે. આ અંગનો આખરી નિર્ણય એક મહિનાની અંદર લેવામાં આવશે. સુરક્ષિત બાયો બબલ છતાં આઇપીએલ દરમિયાન કોરોના પોઝિટિવના મામલા સામે આવ્યા છે અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ થઈ ચૂકી છે. આથી ઓકટોબર-નવેમ્બરમાં 16 ટીમ વચ્ચેની ટી-20 ટૂર્નામેન્ટ (વિશ્વ કપ)ના આયોજન માટે હિચકિચાટ અનુભવી રહી છે. 
રિપોર્ટ અનુસાર બીસીસીઆઇના અધિકારીની હાલમાં જ કેન્દ્ર સરકારના ટોચના પદાધિકારીઓ સાથે આ બારામાં ચર્ચા થઇ છે અને યૂએઇમાં આયોજિત કરવા પર લગભગ સહમિત બની ગઇ છે. અગાઉ બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડ કપ ભારતમાં નવ સ્થળે રમાશે તેવો કાર્યક્રમ જાહેર કર્યોં હતો.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ નવેમ્બરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. આથી આ વખતે બીસીસીઆઇ કોઇ જોખમ લેવા માંગતું નથી. જેથી વિશ્વ કપ ભારત બહાર લગભગ રમાશે તે નક્કી છે. આ ઉપરાંત આવતા 6 મહિના સુધી કોઇ ટીમ ભારત પ્રવાસ ખેડવોનો નિર્ણય પણ લેશે નહીં.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer