સાઉદી અરેબિયા જૂનમાં ક્રૂડ અૉઇલના ભાવ ઘટાડશે

સાઉદી અરેબિયા જૂનમાં ક્રૂડ અૉઇલના ભાવ ઘટાડશે
નવી દિલ્હી, તા. 4 (એજન્સીસ) : પાંચ એશિયન રિફાઇનરોના ત્રોત માને છે કે જૂન ઓએસપી હવે આરબ લાઇટ ક્રૂડના બેરલ દીઠ ભાવ 28 સેન્ટ સરેરાશ ઘટાડશે. આમ ગત વર્ષના ડિસેમ્બરથી ઉત્પાદકોનો આ પ્રથમ ભાવ ઘટાડો હશે.
ટોચના ક્રૂડ અૉઇલના નિકાસદર સાઉદી અરેબિયા જૂનમાં એશિયા માટે તેના સત્તાવાર વેચાણભાડુ ઘટાડશે. તેવી ધારણા છે મીડલઇસ્ટ બેન્ચમાર્ક દુબઈની નબળાઇ અને કોવિડ મહામારીની નવી લહેર વચ્ચે માગની અનિશ્ચિતતાના કારણે આ ભાવ ઘટાડો થવાની શક્યતા છે.
ભારતમાં કોવિડ-19ની બીજી લહેર ઘાતક નિવડતાં સ્થાનિક બળતણની માગ ઘટી છે. આથી બજારની મનોવૃત્તિ ડહોળાઈ ગઈ છે. આના પરિણામે રિફાઇનરોને તેના રન રેટ ઘટાડવા પડશે અને સ્પોટ માર્કેટમાં ક્રૂડની ખરીદી ધીમી પાડી દેવી પડશે, એમ મનાય છે. જોકે, મેના પ્રથમ સપ્તાહના વેચાણના આંકડા કેવા આવે છે તેના આધારે ક્રૂડના ભાવ નક્કી થશે.
એપ્રિલમાં ભારતીય સ્ટેટ રિફાઇનરોનું સ્થાનિક ફ્યુઅલ વેચાણ ઘટયું હતું. કોરોનાની બીજી લહેર વચ્ચે દેશભરમાં નિયંત્રણો લદાવાના કારણે વાહનોની અવરજવર ઘટી ગઈ હતી.
દરમિયાન જૂન સાઉદી સત્તાવાર વેચાણ ભાવને રવિવારે અબુધાબી નેશનલ અૉઇલ કંપનીએ જાહેર કરેલા ભાવ જોડે સ્પર્ધામાં રહેવું પડશે.
પ્રથમવાર અબુ ધાબી નેશનલ અૉઇલ કંપનીએ તેના મુરબાન ક્રૂડ બેઇઝના માસિક સરેરાશ ભાવ ઠેરવ્યા છે. આઇસ ફ્યુચર અબુધાબી અૉઇલ એક્સચેન્જ પર નવા લોન્ચ કરાયલા મુરબાન ફ્યુચર કોન્ટ્રાક્ટ પર આની અસર દેખાશે.
ગૅસોલીન, ગૅસઓઇલ, જેટ ફ્યુઅલ અને 0.5 ટકા વેરી લો-`સલ્ફર ફ્યુઅલ' અૉઇલના એશિયાના રિફાઇનિંગ માર્જિન એપ્રિલમાં મજબૂત હતા જ્યારે નેપ્થા ક્રેક નરમ હતા.
સાઉદી ક્રૂડના સત્તાવાર વેચાણ ભાવ સામાન્યત દરેક મહિનાની પાંચમીએ જાહેર કરાય છે અને તેના આધારે ઇરાનીયન, કુવૈતી, ઇરાકી ભાવો નક્કી થતા હોય છે. એશિયા માટેના ક્રૂડ બાઉન્ડના દૈનિક 120 લાખ બેરલથી વધુનો જથ્થો આથી પ્રભાવિત થાય છે.
સ્ટેટ અૉઇલ જાયન્ટ અરામકો તેના ક્રૂડના જાવો ગ્રાહકોની ભલામણોના આધારે નક્કી કરે છે. આમાં આગલા મહિનાના વેલ્યુના ફેરફારો પણ ધ્યાનમાં લે છે.
સાઉદી અરામકોના અધિકારીઓ તેમની નીતિના ભાગરૂપે કિંગ્ડમના માસિક ઓએસપી અંગે ટીકાટીપણ કરતા નથી.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer