કોર્ટ આદેશ આપે પછી જ સરકાર હરકતમાં આવે છે : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ, તા. 4: ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે પણ  સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું અને રાજ્યમાં કોરોના વાયરસને રોકવા માટે શું શું કામ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે હાઇકોર્ટમાં અમદાવાદની ઍમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો. દરમિયાનમાં આજે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની વચ્ચે સંકલનનો અભાવ, 108 એમ્બ્યુલન્સ, ઓક્સિજન પ્લાન્ટ, આરટીપીસીઆર ટેસ્ટ વગેરે મુદ્દે રાજ્ય સરકારનો  ઉધડો લેતા જણાવ્યું હતું. હાઇકોર્ટે કહ્યું ગ્રામ્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે તે અંગે ડિટેઈલમાં એફિડેવિટ કરો. 108 ટોટલ નિષ્ફળ છે. અમે જ્યારે કોઈ ઓર્ડર જાહેર કરીયે ત્યાર બાદ જ સરકાર હરકતમાં આવે છે આ સતત જોવા મળી રહ્યું છે. કોઈ કોર્પોરેશન પોતાની મનમાની ન કરે. આ મામલે વધુ સુનાવણી 11મેના રોજ યોજાશે. 
હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, એએમસી રાજ્ય સરકારની અંડરમાં આવે છે, તો તેને સરકારની પોલિસી પ્રમાણે કામ કરવું પડે. પરંતુ એએમસી પોતાની અલગ પોલિસીથી કામ કરે છે આવું કેમ?
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer