અૉક્સિજન ટેન્કર્સમાં જીપીએસ ઉપકરણ બેસાડવામાં એફએડીએની મદદ

મુંબઈ, તા. 4 : ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (એફએડીએ)એ કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરવામાં રાજ્ય સરકારને મદદ કરવા માટે 250 ઓક્સિજન ટેન્કર્સમાં જીપીએસ ઉપકરણ બેસાડવાનું નક્કી ર્ક્યું છે. ફેડરેશનના સ્ટેટ ચેરપર્સન અમર જતિન શેઠ પરિવહન આયુક્ત ડૉ. અવિનાશ ઢાકણેને મળ્યા હતા અને ફેડરેશનના યોગદાન વિશે ચર્ચા કરી હતી. અમર શેઠે જણાવ્યું હતું કે જીપીએસ ઉપકરણને કારણે પરિવહન વિભાગ ચોવીસે કલાક ઓક્સિજન ટેન્કર્સનું નિરિક્ષણ કરી શકશે. આ માટે ફેડરેશન-મહારાષ્ટ્રએ દસ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી ઓર્ડર નોંધાવી દીધો છે અને ઉપકરણો બેસાડવાનું કામ શરૂ થઈ ગયું છે.
ફેડરેશનના પ્રેસિડન્ટ વિંકેશ ગુલાટીએ જણાવ્યું હતું કે અમારા આ નાનકડા યોગદાનથી પરિવહન વિભાગ ઓક્સિજન ટેન્કર્સ પર નજર રાખી શકશે અને દર્દીઓને સમયસર ઓક્સિજન પહોંચાડીને તેમનું જીવન બચાવવામાં મદદ મળશે. 
પરિવહન આયુક્ત ઢાકણેએ ફેડરેશનના આ યોગદાનની પ્રશંસા કરી હતી.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer