એક દિવસની રાહત બાદ રાજ્યમાં ફરીથી કોરોનાનો ફૂંફાડો

51,880 નવા કેસ મળ્યા, 891નાં મૃત્યુ 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.4 : મંગળવારે રાજ્યમાંથી કોરોનાના 51,880 નવા કેસ મળ્યા હતા. સોમવારે રાજ્યમાંથી 48,621, રવિવારે 56,647 અને શનિવારે 63,282 નવા કેસ મળેલા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 48,22,902ની થઈ ગઈ છે. રાજ્યમાં 6,41,910 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 891 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 71,742નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.49 ટકા છે. 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 65,934 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 41,07,092 દરદી સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ 85.16 ટકા છે. 
અત્યારે રાજ્યમાં 39,36,323 દરદી હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 30,356 દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સારવાર હેઠળના પેશન્ટ્સ પુણે જિલ્લામાં છે. ત્યાં અત્યારે 1,09,531 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. એ પછી નાગપુર જિલ્લામાં 64,554, મુંબઈમાં 56,465, નાશિક જિલ્લામાં 51,195 અને થાણે જિલ્લામાં 45,516 દરદી અત્યારે સારવાર લઈ રહ્યા છે. 
રાજ્યમાં સૌથી ઓછા સક્રિય પેશન્ટો એટલે કે 2347 દરદી હિંગોલી જિલ્લામાં છે. 
અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,81,05,382 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 48,22,902 (17.16 ટકા) ટેસ્ટ પૉઝિટિવ આવી છે. 
નાગપુરમાં 6576 નવા કેસ 
મંગળવારે નાગપુર જિલ્લામાંથી કોરોનાના 4182 નવા કેસ મળ્યા હતા. એ સાથે નાગપુર જિલ્લામાંથી અત્યાર સુધી મળેલા કેસોની કુલ સંખ્યા 4,28,539ની થઈ ગઈ છે. અત્યારે જિલ્લામાં 69,199 દરદી સારવાર લઈ રહ્યા છે. મંગળવારે 7349 દરદી સાજા થતાં જિલ્લામાં અત્યાર સુધી 3,51,594 દરદી સાજા થયા છે. મંગળવારે જિલ્લામાં 71 દરદીનાં મૃત્યુ થયાં હતાં અને એ સાથે મરણાંક 7746 પર પહોંચી ગયો છે.  
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer