કંગના રનૌતનું ટ્વીટર અકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ

કંગના રનૌતનું ટ્વીટર અકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ
મુંબઈ, તા. 4 : ટ્વિટરે નફરતનો માહોલ અને અપમાનજનક વ્યવહાર અંગેની નીતિનો વારંવાર ઉલ્લંઘન કરતી હોવાથી કંગના રનૌતનું ટ્વીટર અકાઉન્ટ કાયમ માટે બંધ કરવામાં આવ્યું હેવાનું ટ્વીટરે મંગળવાર જણાવ્યું હતું. 34 વર્ષીય અભિનેત્રીના અકાઉન્ટ પર એટ કંગનાટીમ પર હવે અકાઉન્ટ સસ્પેન્ડેડ મેસેજ જોવા મળે છે. કંગના રનૌત કથિતપણે ભડકાઉ ટ્વીટ કરવા માટે જાણીતી છે. 
કંગનાએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને મળેલી જીત બાદ શરૂ થયેલી હિંસા અંગે અનેક પોસ્ટ કરી હતી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી સાથે અભિનેત્રીએ હિંસા માટે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા હતા. એ સાથે એવા નામે સંબોધિત કર્યા હતા જે પ્રકાશિત કરી શકાય નહીં.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer