હૈદરાબાદનાં પ્રાણી સંગ્રહાલયમાં 8 સિંહ કોરોના પૉઝિટિવ !

હૈદરાબાદનાં પ્રાણી સંગ્રહાલયમાં 8 સિંહ કોરોના પૉઝિટિવ !
હૈદરાબાદ, તા.4 : ભારતમાં કોરોના મહામારીની આફતમાં પ્રાણી-પશુઓ પણ સપડાઈ જવાની દહેશત ફેલાઈ છે. દેશમાં પહેલીવાર હૈદરાબાદનાં નેહરુ ઝૂઓલોજિકલ પાર્કમાં 8 એશિયાટિક સિંહો કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમનામાં કોરોના લક્ષણ દેખાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ મળ્યા હોવાનું કહેવાય છે. જો આ અહેવાલ સાચા હોય તો આવનારા સમયમાં ગુજરાતમાં ગિરનાં વનમાં વસતા વનરાજોનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે. વહેલીતકે ગિરમાં પણ સાવજોનાં આરોગ્યની ચકાસણી માટે કામગીરી હાથ ધરવાની ફરજ પડી શકે છે.
મળતી માહિતી મુજબ 29મી એપ્રિલના રોજ સીસીએમબી (સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી)એ મૌખિક જણાવ્યું કે નેશનલ ઝૂલોજિકલ પાર્ક (એનઝેડપી)ના 8 સિંહોનો આરટીપીસીઆર ટેસ્ટ થયો હતો, જેમાં તે પોઝિટિવ મળ્યા છે.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer