સીબીઆઇએ નોંધેલી એફઆઇઆર રદ કરવા અનિલ દેશમુખની હાઇકોર્ટમાં અરજી

સીબીઆઇએ નોંધેલી એફઆઇઆર રદ કરવા અનિલ દેશમુખની હાઇકોર્ટમાં અરજી
મુંબઈ, તા.4 : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુધ્ધ ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા  નોંધેલી એફઆઇઆર રદ કરવાની માગણી કરતી અરજી સોમવારે મુંબઇ હાઇકોર્ટમાં દાખલ કરી હતી. દેશમુખે પોતાની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી પર સ્ટે મૂકવા વચગાળાના આદેશ આપવાની પણ માગણી અરજીમાં છે. 
ન્યાયાધીશ એસ એસ શિંદે અને ન્યાયાધીશ મનીષ પિટાલેની ખંડપીઠ આ અરજી પર અઠવાડિયામાં સુનાવણી કરે એવી શકયતા છે. સીબીઆઇએ એકવીસમી એપ્રિલે એન્ટી કરપ્શન અધિનિયમ હેઠળ એનસીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે એફઆઇઆર નોંધી હતી. 
સીબીઆઇએ પરમબીર સિંહના પત્રના આધારે અનિલ દેશમુખની પૂછપરછ કરી હતી. તેમનું નિવેદન નોંધ્યું હતું. એકવિસમી એપ્રિલે સીબીઆઇએ આ મામલે એફઆઇઆર નોંધી હતી. આ એફઆઇઆર રદ કરવા માટે દેશમુખે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. 
રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન સામે ગંભીર આરોપો મૂકાયા બાદ હાઇકોર્ટે સીબીઆઇને તપાસ કરી આ મામલે પોતાનો અહેવાલ સોંપવા જણાવ્યું હતું. સીબીઆઇ તપાસના આદેશ બાદ દેશમુખે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ.  
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer