અમેરિકામાં વસેલા અગ્રણી ગુજરાતીઓ દ્વારા ફોગા ની રચના કરાઈ

અમેરિકામાં વસેલા અગ્રણી ગુજરાતીઓ દ્વારા ફોગા ની રચના કરાઈ
રાજેન્દ્ર વોરા તરફથી
લૉસ એન્જેલીસ, તા. 4: ફેડરેશન અૉફ ગુજરાતી ઍસોસિએશન અૉફ અમેરિકા (ફોગા)ની રચનામાં વાસુ પટેલના વિઝનમાં સમગ્ર અમેરિકામાં આગેવાનો જોડાયા છે. વિવિધ મુદ્દાને ભારત સરકાર સાથે ઉકેલવા માટે તેમના મિશનમાં ભારતીય વિઝા ઓસીઆઈ અથવા એનઆરઆઈની કોઈ પણ બાબતોને ઉકેલવાનો, ગુજરાતીઓની રાષ્ટ્રીય અથવા પ્રાદેશિક પરિષદ યોજવાનો તથા સંસ્કૃતિ અને ભાષાઓને બઢાવો આપવા વગેરેનો સમાવેશ થાય છે.
ફોગાનું મિશન અને લક્ષ્યોમાં ઉદ્યોગો દ્વારા વ્યાવસાયિક નેટવર્કિંગ, તબીબી સહાય તથા માર્ગદર્શન પૂરૂં પાડવાનાં, માતૃભૂમિ ભારત તથા કર્મભૂમિ અમેરિકા બંનેને ટેકા પૂરો પાડવાનો પણ સમાવેશ થાય છે.
વર્ચ્યુઅલ ઝૂમ મિટિંગમાં અગ્રણી ગુજરાતીઓને વાસુ પટેલે આવકાર્યા હતા અને ફોગાની રચનાના મહત્ત્વ પર ભાર મૂકયો હતો. ઝૂમ મિટિંગમાં 500 કરતાં વધુ ગુજરાતી આગેવાનોએ હાજરી આપી હતી.
જૈન સોશિયલ ગ્રુપ બેવર્લી હિલ્સના સ્થાપક અને પ્રમુખ રાજેન્દ્ર વોરાએ સંજય મેનાબેન રાવળનો પરિચય કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાવવિહોણું જીવન અને વ્યક્તિત્વ વિકાસ અંગેના જાણીતા વકજનો પરિચય કરાવવાની મને ખુશી છે. વ્યવસાયે સંજય રાવળ બિલ્ડર હોવા ઉપરાંત લેખક, ફિલ્મ નિર્માતા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા સ્પષ્ટ વક્તા પણ છે.
સંજય રાવળે પોતાના નિર્ભય પ્રેરણાદાયી વાર્તાલાપમાં ઝૂમ મિટિંગને સંબોધન કર્યું છે. અને જીવીનમાં પોતે કેવી રીતે ઝઝૂમ્યા હતા તેનો ચિતાર આપ્યો હતો.
લોસ એન્જેલીસના અગ્રણી દાનવીર બી.યુ. પટેલ એવું વચન આપ્યું હતું કે તેઓ તથા અનેક ગુજરાતીઓ પ્રોજેક્ટને ટેકો આપવા માટે તૈયાર છે. ન્યૂ યૉર્ક ગુજરાતી સમાજના પ્રમુખ હર્ષદ પટેલે અમેરિકાની દરેક ગુજરાતી ઍસોસિએશનને ફોગામાં જોડાવાનાં અનુરોધ કર્યો હતો. હ્યુસ્ટન ગુજરાતી સમાજના પ્રકાશ પટેલે પણ સંબોધ કર્યું હતું અને આગામી કાર્યક્રમો વિશે જાહેરાત કરી હતી. ન્યૂ યૉર્કના દિવ્યેષ ત્રિપાઠીએ ઝૂમ મિટિંગનું સરસ સંચાલન કર્યું હતું.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer