મહારાષ્ટ્રમાં કોરોનાની રસીનો વેડફાટ માત્ર 0.22 ટકા : કૉંગ્રેસ

મહારાષ્ટ્રમાં કોરોનાની રસીનો વેડફાટ માત્ર 0.22 ટકા : કૉંગ્રેસ
મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં કોરોનાના ફક્ત 0.22 ટકા ડૉઝ વેડફાયા છે. રાજ્યમાં કોરોનાના છ ટકા ડૉઝ વેડફાયા હોવાના કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરનો દાવો ખોટો છે એમ કૉંગ્રેસએ જણાવ્યું છે.
કૉંગ્રેસએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં હાલ રસીના ફક્ત 23,547 ડૉઝ જ શેષ બચ્યા છે. રસીના ડૉઝ પૂરતા પ્રમાણમાં નહીં હોવાથી રાજ્ય સરકાર રસી આપવાનો કાર્યક્રમ કેવી રીતે આગળ ધપાવી શકાય.
કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે જણાવ્યું છે કે પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્રમાં રસીના છ ટકા ડૉઝ વેડફાયા હોવાનું વિધાન કર્યું હતું. તે નિવેદન સત્યવિહોણું છે. રાજ્યને આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓ એ ખૂબ જ ઉત્તમ કામગીરી બજાવી છે. રાજ્યમાં ફક્ત 0.22 ટકા ડૉઝ વેડફાયા છે. વધુમાં રસી આપવાની દૃષ્ટિએ પણ મહારાષ્ટ્ર દેશમાં અગ્રેસર છે. એમ સાવંતે ઉમેર્યું હતું.
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer