મુંબઈમાં કોરોના કાબૂમાં : 2554 નવા કેસ સામે બે ગણા સાજા થયા

મુંબઈમાં કોરોના કાબૂમાં : 2554 નવા કેસ સામે બે ગણા સાજા થયા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 4 : મંગળવારે મુંબઈમાંથી કોરોનાના 2554 નવા કેસ મળ્યા હતા. સોમવારે મુંબઈમાંથી 2662, રવિવારે 3672, શનિવારે 3908 અને શુક્રવારે 3925 નવા કેસ મળેલાં, એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 6,61,420ની થઈ ગઈ છે. 
છેલ્લાં 24 કલાકમાં 62 દરદીના મૃત્યુ થયા હતા એ સાથે શહેરનો મૃત્યાંક 13,470નો થઈ ગયો છે. અત્યારે 51,380 દરદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  છેલ્લાં 24 કલાકમાં 5240 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલાં દરદીઓની સંખ્યા 5,94,859ની થઈ ગઈ છે. શહેરનો રિકવરી રેટ હવે 90 ટકા છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 116 દિવસનો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.58 ટકા છે. મુંબઈમાં 753 બિલ્ડિગો સીલ કરવામાં આવી છે જ્યારે એક્ટિવ કન્ટેઈમેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 98 છે.મુંબઈમાં શુક્રવારે 29,076 ટેસ્ટ કરવામાં આવી હતી અને એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 55,42,859ની થઈ ગઈ છે. 
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer