ભારત-બ્રિટન સંબંધોમાં નવો અધ્યાય, રોડમેપ-2030ને મંજૂરી

ભારત-બ્રિટન સંબંધોમાં નવો અધ્યાય, રોડમેપ-2030ને મંજૂરી
નવી દિલ્હી, તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સને મંગળવારે ભારત-બ્રિટન દ્વિપક્ષીય વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. બન્ને નેતાઓએ આ બેઠકમાં કોરોના વાયરસ સંક્રમણથી ઉત્પન્ન થયેલી સ્થિતિ અને મહામારીનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસો પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ વાગચીના જણાવ્યા મુજબ, બન્ને નેતાઓએ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદા પર સંયુક્ત હીતોને લઇને પણ ચર્ચા કરી હતી. ભારત-બ્રિટનનાં સંબંધોને એક નવી ઊંચાઇ આપતાં સમિટમાં રોડમેપ-2030ને સ્વીકાર કરાયો છે. જે અંતર્ગત બન્ને દેશ પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રોનો આગામી એક દાયકા સુધી પક્ષનાં સંબંધોને વધુ મજબૂત બનાવશે.

Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer