ત્રણ દિવસ બાદ ગુજરાતમાં કોરોના કેસમાં વધારો, 131ના મૃત્યુ

ત્રણ દિવસ બાદ ગુજરાતમાં કોરોના કેસમાં વધારો, 131ના મૃત્યુ
12121 દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા
અમદાવાદ, તા. 4: આજે ગુજરાત હાઇકોર્ટમાં હાઇકોર્ટ બાર એસોસિયેશન દ્વારા પણ એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક ઓછો આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં હાલમાં વાસ્તવિક પરિસ્થિતિ પણ આવી જ છે. વિતેલા 24 કલાકમાં સતત ત્રણ દિવસથી ઘટતા આવતા કેસોની જગ્યાએ આજે 230 કોરોનાના કેસ વધુ કેસ નોંધાયા છે. આજે ગુજરાતમાં 13050 કોરોનાના નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોનો આંક 6,20,472 પર પહોંચ્યો છે. કોરોનાના કેસના 1 ટકા જ મૃત્યુ બતાવવાના એ પ્રમાણે વિતેલા 24 કલાકમાં કોરોનાથી 131 દર્દીના મૃત્યુ થતા કોરોનાનો કુલ મૃત્યુઆંક 7779 નોધાવા પામ્યો છે. તો બીજી બાજુ આજે 12121 કોરોના દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા કોરના ડીસ્ચાર્જ દર્દીનો આંક 4,64,396 પહોંચ્યો છે. આટલી મોટી સંખ્યામાં દર્દીઓ ડીસ્ચાર્જ થતા હોવા છતાં પણ ગુજરાતમાં ક્યાંય હોસ્પિટલમાં જગ્યા નથી, બેડ નથી, ઓક્સિજનની બૂમો છે. હાલ ગુજરાતમાં 1,48,297 કોરોનાના એક્ટીવ કેસ છે, જેમાં 778 વેન્ટીલેટર પર છે.   
Published on: Wed, 05 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer