પહેલવાન સુમિત મલિક અૉલિમ્પિક માટે ક્વૉલિફાય

પહેલવાન સુમિત મલિક અૉલિમ્પિક માટે ક્વૉલિફાય
સોફિયા (બલ્ગેરિયા), તા. 7: ભારતીય પહેલવાન સુમિત મલિક બલ્ગેરિયાના સોફિયામાં રમાઇ રહેલ વર્લ્ડ ઓલિમ્પિક ગેમ્સ ક્વોલીફાઇ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચી ગયો છે. આ સાથે જ સુમિત પુરુષોની 125 કિલો ફ્રી સ્ટાઇલ વર્ગમાં ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાઇ પણ થઇ ગયો છે. સેમિ. ફાઇનલમાં સુમિતે વેનેઝૂએલાના પહેલવાન ડેનિયલ ડિયાજને 5-0થી પછડાટ આપી હતી. ફાઇનલમાં તેની ટક્કર રશિયાના સરગેઇ કોજિરેવ સામે થશે. આ ફાઇનલ રમનાર બન્ને પહેલવાન આ વજન જૂથમાં ઓલિમ્પિક માટે ક્વોલીફાઇ થયા છે. સુમિત સિવાય ભારત તરફથી પુરુષ વિભાગમાં રવિ દહિયા (57 કિલો), બજરંગ પૂનિયા (65 કિલો), દીપક પૂનિયા (86 કિલો) ઓલિમ્પિકની બર્થ પાકી કરી ચૂકયા છે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer